મંગળવારનો દિવસ બની રહ્યો હોબાળા, પ્રદર્શન અને આંદોલનનો દિવસ, ક્યાંક ખરાબ રસ્તા તો ક્યાંક વિદ્યાર્થી સંગઠનોએ કર્યો વિરોધ-જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2023 | 11:36 PM

Gujarat Video: રાજ્યમાં મંગળવારનો દિવસ હોબાળા, આંદોલન અને પ્રદર્શનનો દિવસ બની રહ્યો. જેમા વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો તો રાજકોટમાં ખરાબ રસ્તા મુદ્દો કોંગ્રેસે વિરોધ કર્યો. સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના અગ્રણીઓે અલગ અલગ વેશ ધારણ કરી વિરોધ કર્યુ.

Gujarat Video: રાજ્યભરમાં આજનો દિવસ હોબાળો, પ્રદર્શન અને આંદોલનના નામે રહ્યો. રાજકોટમાં ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો. સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના અગ્રણીઓએ અલગ અલગ વેશ ધારણ કરી પ્રદર્શન કર્યુ. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન કર્યુ. ક્રેડિટ સિસ્ટમમાં ફેરફાર કરવાની માગ સાથે વિદ્યાર્થીઓએ ઉગ્ર રોષ ઠાલવ્યો. કાલથી ઉંઝા APMCમાં વેપારીઓ હડતાળ પાડશે.

આ પણ વાંચો : Rajkot: યાજ્ઞિક રોડ પર ટ્રાફિક પોલીસના નવા જાહેરનામાને લઈને વેપારીઓ ત્રાહિમામ, પોલીસ સામે ઉગ્ર રોષ

હોબાળા, વિરોધ, પ્રદર્શન અને આંદોલનોનો દિવસ

ઊંઝા માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જામનગરમાં ખાતરને લઈ ખેડૂતોએ હોબાળો કર્યો. ઓછુ ખાતર મળતા ધરતીપુત્રોએ મેદાને પડ્યા. ગાંધીનગરમાં ગૌવંશ મુદ્દે કોંગ્રેસે પ્રદર્શન કર્યુ. જેમાં કોંગ્રેસના કેટલાક હોદ્દેદારોની અટકાયત કરાઈ.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો