Surat: સુમુલ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત, સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાશે સુમુલ
સુમુલ ડેરીની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં એજન્ડાના તમામ કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સાથે જ જાહેર કરાયું કે, સુમુલ હવે સુરતના બદલે સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાશે.
Surat: સુમુલ ડેરીની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં એજન્ડાના તમામ કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સાથે જ જાહેર કરાયું કે, સુમુલ હવે સુરતના બદલે સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાશે. સુમુલ ડેરીના ડિરેક્ટરે કહ્યું કે, ડેરીએ 2014થી પશુપાલકોની આવક બમણી કરવા માટે કામગીરી કરી છે. સુમુલ ડેરીમાં 2014માં દૂધની આવક 39 કરોડ લીટર હતી જે વધીને 64 કરોડ લીટર થઈ છે. ઉપરાંત પશુપાલકોની દૂધની આવક 2014માં 1 હજાર 196 કરોડ હતી જે 2022માં 2 હજાર 695 કરોડ થઈ છે. તો સુમુલ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર પણ વધીને 4 હજાર 604 કરોડ થયું છે.
સુરત ડાયમંડ એસોસિયેશન લુઝ ડાયમંડનું યોજાશે એકઝીબીશન
ડાયમંડ એસોસિએશનના સિગ્નેચર એકઝીબીશનનું ત્રીજું પ્રદર્શન 15 જુલાઈથી સુરતમાં યોજાવા જઈ રહ્યું છે. આ વખતે આયોજકોએ આ એકઝીબીશનમાં નેચરલ લૂઝ ડાયમંડ તેમજ લેબગ્રોન ડાયમંડનો સમાવેશ કર્યો છે.એકઝીબીશનના આયોજકો દેશ અને દુનિયાના ખરીદદારોને આમંત્રિત કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને વિવિધ શહેરોમાં રોડ શોનું આયોજન કરી રહ્યા છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ વખતે આ પ્રદર્શનમાં ત્રણ દિવસમાં રૂ. 800 કરોડથી વધુનું ટર્નઆઉટ જોવા મળશે.દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સ્પાર્કલ એક્ઝિબિશનની તર્જ પર, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પણ વર્ષ 2018 થી છૂટક હીરાના કેરેટ પ્રદર્શનનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. 2020 અને 2021માં કોરોનાને કારણે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ન હતું. કોરોનાની મહમરીમાંથી બહાર આવ્યા પછી, ત્રીજું એકઝીબીશન 15 જુલાઈ 2022 ના રોજ આયોજિત થવા જઈ રહ્યું છે.