Anand Video : પેટલાદના સિલવઈ ગામમાં કોલેરાનો કેસ નોધાયો, 2 કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

|

Jun 08, 2024 | 4:42 PM

ઉનાળામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલેરા ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદના પેટલાદ તાલુકામાં કોલેરા ફેલાવાની દહેશત છે. પેટલાદના સિલવઈ ગામમાં કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

ઉનાળામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલેરા ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદના પેટલાદ તાલુકામાં કોલેરા ફેલાવવાની દહેશત છે. પેટલાદના સિલવઈ ગામમાં કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

કોલેરાનો કેસ નોંધાતા સિલવઇ ગામ અને આસપાસનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કાર્યો છે.કોલેરા મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા છે.આસપાસના ગ્રામજનોને પણ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરના 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. આશરે 300 જેટલા લોકોને દૂષિત પાણીના કારણે કોલેરાની અસર થઈ. જેનું મુખ્ય કારણ છે રાણી બાગ પાસે આવેલા પાણીનો ટાંકી.જેના પર કોઈ પ્રોટેક્શન ન હતુ અને જેના કારણે પાણી દૂષિત થતા કોલેરા ફેલાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video