Gujarat Dam Video : ગુજરાતના 207 ડેમ 48 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમ 58 ટકાથી વધુ ભરાયો
ગુજરાતના કુલ 207 ડેમમાંથી 29 ડેમ સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 58 ટકાથી વધુ ભરાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં 59.44 ટકા પાણીનો જથ્થો છે.
Monsoon 2023 : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદના (Rain) કારણે જળાશયોમાં (water reservoirs) પાણીની આવક વધી છે. રાજ્યના 207 ડેમ 48 ટકા ભરાયા છે. ગુજરાતના કુલ 207 ડેમમાંથી 29 ડેમ સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 58 ટકાથી વધુ ભરાયો છે. વિવિધ ઝોનના ડેમની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમ 57.28 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમ 30 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના 13 ડેમ 35 ટકાથી વધુ અને કચ્છના 20 ડેમ 64 ટકા ભરાયા છે.
જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં 59.44 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 40 ડેમ હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ પર છે. જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 17 ડેમ વોર્નિંગ પર છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો