રાજકોટ વીડિયો : વિકાસના કામોને લઈ કોર્પોરેટર કર્યા ગંભીર આક્ષેપ, યોગ્ય તપાસ નહિ થાય તો મુખ્ય સચિવના પૂતળાંનુ દહન કરવાની આપી ચીમકી
રાજકોટના વોર્ડ નંબર 14ના મહિલા કોર્પોરેટર ભારતી મકવાણાએ વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદ કરી છે. તેઓનો દાવો છે કે પાછલા અઢી વર્ષથી તેમના વોર્ડમાં વિકાસના કામે જાણી જોઇને ટલ્લે ચડાવાય છે. વિકાસથી વંચિત પોતાના વિસ્તારની વ્હારે આવેલા પ્રજાના પ્રતિનિધિ હવે મુખ્ય સચિવના પુતળાના દહનના કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં જ્યાં ભાજપના કોર્પોરેટરે વિકાસમાં રોડા નાખવાનો અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. અને દલિત હોવાના વાંકે વિકાસથી વંચિત રાખવાની ફરિયાદ કરી છે. રાજકોટના વોર્ડ નંબર 14ના મહિલા કોર્પોરેટર ભારતી મકવાણાએ વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદ કરી છે. તેઓનો દાવો છે કે પાછલા અઢી વર્ષથી તેમના વોર્ડમાં વિકાસના કામે જાણી જોઇને ટલ્લે ચડાવાય છે. વિકાસથી વંચિત પોતાના વિસ્તારની વ્હારે આવેલા પ્રજાના પ્રતિનિધિ હવે મુખ્ય સચિવના પુતળાના દહનના કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
તો પોતાના પક્ષના કોર્પોરેટરના આરોપોને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ફગાવ્યા છે. તેઓએ મહિલા કોર્પોરેટરની નારાજગી મુદ્દે તપાસ કરાવવાની ખાતરી આપી છે.અને કટાક્ષ કર્યો કે મીડિયાના બદલે મેયર અને ચેરમેનને રજૂઆત કરી હોત તો પ્રશ્ન ઉકેલાઇ ગયો હતો.
તેઓએ મહિલા પ્રતિનિધિને સલાહ આપી કે અધિકારીઓ સાથે સંકલન રાખવું જોઇએ.ઉલ્લેખનયી છે કે અગાઉ પણ ભાજપના અનેક નેતાઓ અધિકારી રાજના આરોપો લગાવી ચૂક્યા છે. ત્યારે ભાજપના રાજમાં ભાજપના કોર્પોરેટરની ફરિયાદને હવે કેટલી ગંભીરતાથી લેવાય છે તે જોવું રહ્યું છે.