Jamnagar : ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકો અને વેપારીઓમાં રોષ, જુઓ Video
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રોડની હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રોડની હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની હાલત જર્જરી હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે. તેમજ દિવસ દરમિયાન ખરાબ રોડના કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે.
ધ્રોલ તાલુકામાં જે મુખ્ય માર્ગ ગણાતો ધ્રોલ શહેરમાં ત્રિકોણબાગથી લઈને ચામુંડા પ્લોટ સુધીનો રોડ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન થાય છે. તેમજ આ માર્ગ જોડિયા, મોરબી અને કચ્છ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન અનેક વાહનચાલકો અહીંથી પસાર થાય છે. પરંતુ રોડની હાલત એટલી ખરાબ છે કે રોડમાં અસંખ્ય ખાડા નજરે પડે છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.ત્યારે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
ધ્રોલનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી આજુબાજુના ગામડા સહિત જે લોકો ખરીદી કરવા આવે છે. તે લોકોને આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે. સ્થાનિક વેપારીઓએ ધારાસભ્ય મેઘજી ચાવડા તેમજ કૃષિ પ્રધાન રાઘવજી પટેલને લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆતો કરી છે. છતા પરિણામ શૂંન્ય છે અને કોઇ પણ કામ થતુ ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.