RAJKOT : સૌરાષ્ટ્ર યુનિ.ના પેપર કાંડમાં આરોપીઓ પર ગાળિયો કસાયો, બાબરાની સરદાર પટેલ કોલેજના આચાર્ય સહિત 2 કર્મચારીઓ સસ્પેન્ડ

| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:37 AM

RAJKOT :  સૌરાષ્ટ્ર યુનિ. પેપર લીક કાંડમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીના બાબરામાં આવેલી સરદાર પટેલ કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરૈશી સહિત 2 કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

RAJKOT :  સૌરાષ્ટ્ર યુનિ. પેપર લીક કાંડમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીના બાબરામાં આવેલી સરદાર પટેલ કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરૈશી સહિત 2 કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરૈશીનું નામ સામે આવ્યા બાદ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીકોમનું સેમેસ્ટર-3નું પેપર લીક થયું હતું. જેમાં 6 લોકોની સંડોવણી સામે આવતા તેમના સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કાંડમાં અમરેલી-બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલની મુખ્ય ભૂમિકા સામે આવી છે. જેથી પ્રિન્સિપાલ, ક્લાર્ક અને પ્યૂન સાથે અન્ય 3 વિદ્યાર્થી મળી કુલ 6 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે તાત્કાલિક અસરથી આવતીકાલથી જ યુનિવર્સિટી દ્વારા આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોલેજની માન્યતા રદ કરી કડક કાર્યવાહી કરવા માટે કુલપતિ દ્વારા સક્ષમ કમિટીમાં ઠરાવ મૂકવામાં આવશે.

આ રીતે પેપર ફૂટ્યું?
અમરેલીના બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર ખુરેશી સાથે ત્યાંના પટ્ટાવાળા ભીખુ સેજલિયાએ પારસ રાજગોરની ઓળખાણ કરાવવામાં આવી હતી. અને પેપર આપવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં સૌ પ્રથમ યુનિવર્સિટીમાંથી પેપર આવ્યું હતું. ત્યારે સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર ખુરેશીએ તે જ કોલેજના ક્લાર્ક રાહુલ પંચાસરને પેપરનો ફોટો પાડવા કહ્યું હતું. રાહુલે પેપર આવતા જ ફોટો પાડી વિદ્યાર્થી પારસ રાજગોરને મોકલ્યો હતો. રાહુલે આ પેપરનો ફોટો દિવ્યેશ ધડુકને મોકલ્યો અને દિવ્યેશ ધડુકે આ ફોટો એલીશ ચોવટીયાને મોકલ્યા બાદ દિવ્યેશે આ ફોટો વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો : Sixer King 2021: ટીમ ઇન્ડિયામાં આવ્યો નવો ‘સિક્સર કિંગ’, 2021માં કર્યો છગ્ગાઓનો વરસાદ, રોહિત શર્માને છોડી દીધો પાછળ

આ પણ વાંચો : IND vs SA: દક્ષિણ આફ્રિકાનો ‘ગઢ’ મનાય છે સેન્ચુરિયન, જ્યાં ટીમ ઇન્ડિયા બોક્સિંગ ડે ટેસ્ટ રમનાર છે, જુઓ આંકડા