હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં MRI મશીન શરુ કરાતા દર્દીઓને મોટી રાહત સર્જાઈ
સાબરકાંઠા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં MRI મશીનનું લોકાર્પણ કરાતા હવે દર્દીઓને વિના મૂલ્યે અને ટોકન ચાર્જથી MRI રિપોર્ટ કરાવી શકાશે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલથી દર્દીઓને MRI માટે બહાર મોકલવામાં આવતા અને ખાનગી MRI સેન્ટરો દ્વારા મજબૂરીની લૂંટ આચરવામાં આવતી હતી.
હિંમતનગરની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં MRI મશીનની એક ખોટ વર્તાઈ રહી હતી. જેને લઈ સ્થાનિક ધોરણે નેતાઓને અગાઉ અનેક વાર રજૂઆતો કરવા છતાં તે સંભળાઈ રહી નહોતી. આ દરમિયાન હિંમતનગરના નવી ટર્મના ધારાસભ્ય વીડી ઝાલાએ ચૂંટાયા બાદ સૌથી પહેલા કાર્યો પૈકી સિવિલમાં ખૂટતા સાધનોને પૂર્ણ કરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. જેને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને MRI અને સિટી સ્કેન મશીન માટે રજૂઆત કરવામાં આવી હતી. MRI મશીન ફિટ કરવામાં આવતા હવે દર્દીઓને મોટી રાહત સર્જાઈ છે.
આ પણ વાંચો: IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, નોંધાયા 5 વિશ્વ વિક્રમ
હિંમતનગર સિવિલ હોસ્પિટલને MRI મશીન ફાળવણી થયા બાદ ઈંસ્ટોલેશન કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ કરાયું છે. જેના થકી હવે સાબરકાંઠા સહીત રાજસ્થાનના દર્દીઓને પણ MRI નો લાભ મળશે. હવે સિવિલમાં આવતા દર્દીઓને ખાનગી સેન્ટરમાં MRI માટે વધુ રકમ ખર્ચ કરવી નહિ પડે. જે બહાર દર્દીઓને મોટી રકમ ચૂકવીને લૂંટાઈ રહ્યા હતા. સિવિલમાં BPL અને PMJAY ના દર્દીઓને મફતમાં MRI એવા મળશે. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા,સાસંદ દીપસિંહ રાઠોડ, સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલ સહીત સિવિલના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો