ખેડા : ઉત્તરાયણ પહેલા ઝડપાયો મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો, પોલીસે બે યુવકો સામે નોંધ્યો ગુનો

|

Dec 28, 2023 | 5:21 PM

ઉત્તરાયણ પર જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યના અનેક શહેરોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે હવે ખેડામાંથી મોટાપાયે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. ખેડા એલસીબી પોલીસે કઠલાલ પાસેના ગામમાંથી મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.

ખેડામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહેલા વેપારીઓ પર પોલીસે તવાઇ બોલાવી છે. ખેડા એલસીબી પોલીસે કઠલાલ પાસેના ગામમાંથી મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કઠલાલ નજીકના એક ગામના ખેતરની ઓરડીમાં રાખેલો 98 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે.

જપ્ત થયેલી આ ચાઇનીઝ દોરીની કિંમત 11.88 લાખ જેટલી છે. સિંહુજ અને પીઠઈ નામના બે યુવકોએ ખેતરની ઓરડીમાં ચાઈનીઝ દોરી છૂપાવી હતી. પોલીસને આ અંગેની બાતમી મળતા તેમણે તપાસ હાથ ધરી દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો ખેડા સમાચાર : નડિયાદના યુવક સાથે વિદેશી ગોરીએ હિન્દૂ વિધિથી કર્યા લગ્ન, જુઓ વીડિયો

મહત્વનું છે કે દર વર્ષે ચાઇનીઝ દોરીના કારણે ઘણા અકસ્માત સર્જાતા હોય છે અને ઘણા લોકોએ તેમનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે. ત્યારે આ વર્ષે ચાઇનીઝ દોરીના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાઓ પર પોલીસે સકંજો કસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video