વલસાડના પારડીમાં 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 14, 2023 | 9:16 PM

વાપીમાં 2 ઇંચ અને કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હોવાના દૃશ્ય સામે આવ્યા છે. વાપીમાં આવેલા રેલવે અંડરપાસમાં તો કેડ સમા પાણી ભરાઇ ગયા છે.

Valsad: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ(Rain) ખાબક્યો છે. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડના પારડીમાં(Pardi)માત્ર 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ વાપીમાં 2 ઇંચ અને કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હોવાના દૃશ્ય સામે આવ્યા છે. વાપીમાં આવેલા રેલવે અંડરપાસમાં તો કેડ સમા પાણી ભરાઇ ગયા છે.

આ પણ વાંચો : Gujarati Video: બોટાદના ગઢડા તાલુકામાં મેઘ મહેર યથાવત, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા

વાપીના નજીક આવેલો કોઝવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયો મહત્વનું છે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં નવા નીરની આવક થતા છલકાયો છે.જેથી મધુબન ડેમના 6 દરવાજા 0.50 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. મધુબન ડેમનું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે દમણગંગા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.