કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારની મોટી જાહેરાત, દર વર્ષે ઓક્ટોબરમાં કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી

| Edited By: | Updated on: Oct 06, 2024 | 7:37 PM

PM મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની સફળતાના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે  વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 4,500 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે

કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની સફળતાના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે  વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 4,500 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. ભારતના વિકાસ માટે 7 ઓક્ટોબરના રેજ 12.39 કલાકે પ્રતિજ્ઞા લેવામાં આવશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના નેતાઓ પ્રતિજ્ઞા લેશે. ત્યાર બાદ વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.