તહેવારોને લઈને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં, બનાસકાંઠામાં અલગ – અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત, જુઓ Video
ગુજરાતમાં તહેવારોને લઈને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યુ છે. બનાસકાંઠાના ધાનેરા અને ડીસાની ઓઈલ મીલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઓઈલ મીલમાંથી રુપિયા 6.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં તહેવારોને લઈને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યુ છે. બનાસકાંઠાના ધાનેરા અને ડીસાની ઓઈલ મીલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઓઈલ મીલમાંથી રુપિયા 6.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને જગ્યા પરથી કુલ3,639 લીટર શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ધાનેરાના વાલેર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ તરફ લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 2.85 લાખથી વધુનો તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આશરે 1586 લીટર શંકાસ્પદ તેલનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. ધાનેરામાં અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાયડાના તેલના સેમ્પલ લઈ 1590 લીટર તેલ જપ્ત કરવામાં આવ્યુ છે. ડબ્બામાં અલગ તેલ ભરવામાં આવતુ હતુ જેને રાયડાનુ તેલ દર્શાવી વેચાણ કરવામાં આવતુ હોવાનું સામે આવ્યુ છે. ડીસા GIDCમાં બજરંગ માર્કેટિંગ પેઢીના માલિક આ તેલનું વેચાણ કરતો હતો. ક્રિષ્ના બ્રાન્ડ રાઈસ બ્રાન 463 કિલો તેલનો જથ્થો જપ્ત કરાયો છે.