મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા વોટરપાર્કમાં આગની ઘટના, જુઓ

| Edited By: | Updated on: Jun 02, 2024 | 2:26 PM

હાલમાં કાળઝાળ ગરમીના દિવસોમાં એક તરફ વોટર પાર્ક તરફ લોકોમાં ખૂબ જ આકર્ષણ વધ્યું છે. આવા સમયે જ વોટર પાર્કમાં આગની ઘટના સર્જાઈ છે. મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા એક વોટર પાર્કમાં આગની ઘટના સામે આવી છે. જોકે આ આગમાં કોઈ જાન હાની નહીં હોવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.

મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા એક વોટર પાર્કમાં આગની ઘટના સામે આવી છે. હાલમાં કાળઝાળ ગરમીના દિવસોમાં એક તરફ વોટર પાર્ક તરફ લોકોમાં ખૂબ જ આકર્ષણ વધ્યું છે. આવા સમયે જ વોટર પાર્કમાં આગની ઘટના સર્જાઈ છે. જોકે આ આગમાં કોઈ જાન હાની નહીં હોવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.

આગની ઘટના વોટર પાર્કના સ્ટોર રુમમાં લાગી હતી. જ્યાં ભંગારનો સામાન પડ્યો હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને વધુ પ્રસરતી અટકાવીને કાબૂમાં લીધી હતી. વોટર પાર્કમાં ફાયર સેફ્ટીને લઈને પણ પ્રાથમિક તપાસની તજવીજ હાથ ધરાઈ હતી.

 

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો