Kutch : ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી, રેકોડ બળીને ખાખ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે કચ્છના ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રુમમાં આગની ઘટના બનતા જ અફરાતફરી સર્જાઈ હતી. બહુમાળી કચેરીના રૂમ નંબર 303 અને 304 માં વિકરાળ આગ લાગી છે.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યુ છે. ફાયર ફાઈટરની ત્રણ ટીમ દ્વારા આગ કાબુમાં લાવવામાં આવી છે. સવારે સર્વર રુમમાં લાગેલી આગ પર 2 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો છે. કચેરીમાં ખુરશી ટેબલ તેમજ રેકોડ બળીને રાખ થઈ ગયા છે. જો કે મળતી માહિતી અનુસાર આગથી કોઈ પણ જાનહાની થઈ નથી.
ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી હતી આગ
બીજી તરફ ગઈકાલે ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયમાં આગની ઘટના બની હતી જેને લઈને સવારે અફરાતફરી સર્જાઈ હતી. જૂના સચિવાલયની બિલ્ડિંગના બ્લોક નંબર 1માં ભીષણ આગ લાગી હતી. જેની જાણ ફાયર વિભાગને થતા ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. તો રોજગાર અને તાલીમ કચેરીમાં આગ લાગવાને કારણે કોમ્પ્યુટર અને દસ્તાવેજો બળીને ખાખ થયા.. શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું.