Video : દ્વારકાધીશની અનોખી જળ પૂજા, સ્કુબા ડાઇવર્સ દ્વારા સમુદ્રમાં કરાયું પૂજન
દ્વારકામાં જલા જપા દીક્ષાનું આયોજન કરવામાં આવયુ હતું. 7 સ્કુબા ડાઇવરો દ્વારા સમુદ્ર નીચે પૂજન કરવામાં આવ્યું. ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં પણ આ બાબતની નોંધ લેવાઈ સમુદ્રના નીચે જઈ માળા જપ સાથે પૂજન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી તમે દ્વારકાધીશની અનેક પૂજા વીધી જોઇ હશે, પણ દ્વારકામાં દરિયામાં અનેક ફૂટ નીચે પાણીમાં સ્કૂબા ડ્રાઇવરોએ અનોખી પૂજા કરી. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા કરી હતી ત્યાં પંચકુઈ સમુદ્રકાંઠે આજે સ્કુબા ડાઇવરો દ્વારા દરિયામાં જઈ શ્રી કૃષ્ણની જલાં જપા દીક્ષા કરવામાં આવી છે.
જેમાં 7 સ્કુબા ડાઇવરોએ સમુદ્રના નીચે જઈ માળા જપ સાથે પૂજન કરી જલા જપા દીક્ષા કરી હતી. જય દ્વારકા કંપેઇન અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારનાં સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઇ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તથા વહીવટી તંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમની નોંધ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં પણ લેવાઈ છે.
Published on: Dec 21, 2024 11:20 PM