Gujarati Video : પોરબંદર કોસ્ટગાર્ડે મધદરિયે કર્યુ ક્રૃ મેમ્બરનું ઇમરજન્સી રેસ્ક્યૂ, હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડાયા

| Edited By: | Updated on: Jul 13, 2023 | 2:58 PM

પોરબંદરમાં મધદરિયામાં કાર્ગો જહાજમાં ક્રૃ મેમ્બરની તબિયત અચાનક લથડી હતી. ક્રૃ મેમ્બર એમ્પોલુ નાગરાજુની તબિયત લથડતા તાત્કાલિક સંપર્ક કરીને કોસ્ટગાર્ડની મદદ માગવામાં આવી હતી.

Porbandar : પોરબંદર કોસ્ટગાર્ડનું (Coastguard) મધદરિયે ઇમરજન્સી રેસ્ક્યૂ (Rescue) કર્યુ હોવાના વીડિયો સામે આવ્યા છે. પોરબંદરમાં મધદરિયામાં કાર્ગો જહાજમાં ક્રૃ મેમ્બરની તબિયત અચાનક લથડી હતી. ક્રૃ મેમ્બર એમ્પોલુ નાગરાજુની તબિયત લથડતા તાત્કાલિક સંપર્ક કરીને કોસ્ટગાર્ડની મદદ માગવામાં આવી હતી. વહેલી સવારે પોરબંદરથી 50 કિમિ દૂર એમ.ટી.સેલિબીલયન કોપલ હેંગલ નામના જહાજમાંથી મદદ માગવામાં આવી હતી.

આ પણ વાંચો- સુરત શહેરમાં સુડાના આઉટર રિંગ રોડના પ્રથમ તબક્કાના રૂટનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, જુઓ Video

જે પછી કોસ્ટગાર્ડ દ્વારા ક્રૃ મેમ્બરને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. Comdt સુનિલ દત્ત અને Comdt સુમિત ધીમાન દ્વારા દરિયાની સ્થિતિ અને હવામાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને ICG હેલિકોપ્ટર દ્વારા અત્યંત ચોકસાઈ સાથે MT સેલ્સિયસ કોપનહેગન પર મિશન હાથ ધરાયુ હતુ. ક્રૃ મેમ્બરને એરલિફ્ટ કરીને સારવાર માટે સિવિલ હોસ્પિલ પહોંચાડવામાં આવ્યા હતા.

(With input- Hitesh Thakrar, Porbandar)

પોરબંદર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 13, 2023 01:49 PM