ભાવનગરનો રોજકી ડેમ સીઝનમાં પહેલીવાર થયો છલોછલ, ખેડૂતોમાં વ્યાપી ખુશી- Video

|

Sep 07, 2024 | 2:01 PM

ભાવનગરમાં ઉપરવાસમાં સારો વરસાદ થતા જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સીઝનમાં પહેલીવાર રોઝકી ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. આ ચોમાસાની સીઝનમાં પહેલીવાર રોજકી ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમવાસના વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને નીચાણવાળા 10 ગામડાને સતર્ક કરવામાં આવ્યા છે. થોરાળા, ગોરસ, સાગનીયા લખુંપરાને સતર્ક કરવામાં આવ્યા છે. આ તરફ કુભણ, નાના જાદરા, ઉમણીયાવદરે, મહુવા અને કતપર સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

રોજકી ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોમાં વ્યાપી ખુશી

સીઝનમાં પહેલીવાર રોજકી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખેડૂતોને હવે સિંચાઈ માટેની કોઈ સમસ્યા નહીં રહે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમની નીચેના વિસ્તારોમાં આવતા નદીના પટમાં કોઈ પણ વાહન તેમજ માલઢોર લઈને અવર જવર ના કરવા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રોજકી સિંચાઇ યોજના 100% ભરાઈ જવાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના ભાગ રૂપે એલર્ટ આપવામાં આવ્યુ છે.

નિકોલ બંધારો પરીપૂર્ણ ભરાયો

આ તરફ નિકોલ ગામમાં બનેલો નિકોલ બંધ પણ સંપૂર્ણ ભરાયો છે.  નદી તેમજ ડેમમાંથી આવતું વરસાદી મીઠું પાણી જે દરિયામાં જતુ હોય તેને સ્ટોરેજ માટે તાલુકામાં મોટા બે બંધાર બનવામાં આવ્યા છે .ત્યારે રોજકી ડેમ તેમજ નિકોલ બંધારો પરીપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. આ જળાશયોથી આસપાસના વિસ્તાર તેમજ તાલુકાને ઘણા ફાયદાકારક છે. બંધારાના પાણીને આજુ બાજુના ખેડૂતો માટે આશીર્વાદ રૂપી માનવામાં આવી રહ્યા છે.

Input Credit- Chandu Vala- Bhavnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video