Watch : રાજકોટની આર કે યુનિવર્સિટી કેમ્પસમાં ABVPના કાર્યકરો વિદ્યાર્થીને મારકૂટ કરતા હોવાનો આરોપ, Video

| Edited By: | Updated on: Aug 18, 2023 | 3:41 PM

કૌશલ ભુતાણી નામના વિદ્યાર્થીને ABVPના કાર્યકરો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મોડી રાત્રે પણ હોસ્ટેલ બિલ્ડિંગમાં ગેરકાયદે ઘુસીને વિદ્યાર્થીને ધમકાવ્યાની માહિતી છે. તો રેક્ટર રાયસિંહ પર પણ હોસ્ટેલમાં ઘુસવામાં મદદ કરવાનો આરોપ છે.

Rajkot: રાજકોટની આર કે યુનિવર્સિટી ફરી વિવાદમાં (controversy) આવી છે. શિક્ષાના ધામમાં ગુંડાગર્દીના દ્રશ્યો સામે આવ્યા છે. કેમ્પસમાં ABVPના કાર્યકરો વિદ્યાર્થીને મારકૂટ કરતા હોવાનો આરોપ છે. ABVPના યાન ગોહિલ, હર્ષ પટેલ, રુદ્રરાજ જાડેજા, જય પટેલ નામના વિદ્યાર્થીઓ સામે મારપીટ (beating) કરી હોવાનો આરોપ છે. કૌશલ ભુતાણી નામના વિદ્યાર્થીને ABVPના કાર્યકરો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મોડી રાત્રે પણ હોસ્ટેલ બિલ્ડિંગમાં ગેરકાયદે ઘુસીને વિદ્યાર્થીને ધમકાવ્યાની માહિતી છે. તો રેક્ટર રાયસિંહ પર પણ હોસ્ટેલમાં ઘુસવામાં મદદ કરવાનો આરોપ છે. મહત્વનું છે કે અગાઉ પણ આર કે યુનિવર્સિટીમાં બબાલની ઘટનાઓ બની હતી.

આ પણ વાંચો-Valsad Video: નવી XUV કારની ચોરી કરનારા માસ્ટર માઈન્ડ ગેંગના બે આરોપી સકંજામાં, CCTVના આધારે તપાસ વધુ હાથ ધરી

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો