Ahmedabad : પડતર માંગને લઈને BRTSના કર્મચારીઓ હડતાળ પર, 100 જેટલી બસો બંધ રહેતા લોકોને હાલાકી
ઉચ્ચ અધિકારી સાથે વહેલી સવારે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ (BRTS Employe) વિરોધ કર્યો હતો. હડતાળને પગલે વસ્ત્રાલ ડેપો ખાતે પોલીસનો (Ahmedabad Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
અમદાવાદમાં (Ahmedabad) BRTS ના કર્મચારીઓ બોનસ અને પગાર વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાલળ (Strike ) પર ઉતર્યા છે. વસ્ત્રાલ ડેપો ખાતે JBM કંપનીના BRTS કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉચ્ચ અધિકારી સાથે વહેલી સવારે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ (BRTS Employe) વિરોધ કર્યો હતો. હડતાળને પગલે વસ્ત્રાલ ડેપો ખાતે પોલીસનો (Ahmedabad Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
મહત્વનું છે કે 70 કર્મચારીઓ હડતાલ પર ઉતરતા BRTSની 100 બસો બંધ રહી હતી. કર્મચારીઓની હડતાળના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં સુધી પગાર નહિ વધે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા કર્મચારીઓએ ચીમકી આપી છે. તો સાથે જ કર્મચારીઓએ અધિકારીઓ ધમકી આપતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.
અધિકારીઓ ધમકી આપતા હોવાનો કર્મચારીઓનો આક્ષેપ
મહત્વનું છે કે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ (Bonus) અને પગાર વધારાની માંગણીને લઈ હડતાળ પર ઉતરી જતા બસ સેવાને આંશિક અસર થઈ હતી. તો બીજી તરફ 70 જેટલા ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી જતા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા કોન્ટ્રાક્ટ કંપનીને તાત્કાલિક અન્ય ડ્રાઈવરો મૂકી બસ શરૂ કરવા જણાવવામાં આવ્યુ હતુ. હાલ તહેવારના સમયે જ BRTS કર્મચારીઓ હડતાળ પર ઉતરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.