આજે દેશભરમાં JEE એડવાન્સનું (JEE Advanced) પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર બની છે. પ્રથમ નંબર લાવીને તનિષ્કા કાબરાએ ગુજરાતનું (Gujarat) નામ રોશન કર્યું છે. 360માંથી 277 માર્ક મેળવી તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે. આ સાથે જ અમદાવાદની તનિષ્કા કાબરાએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 16મું સ્થાન હાંસિલ કર્યું છે. તનિષ્કા કાબરાએ IIT બોમ્બેમાંથી CS માં પ્રવેશ નિશ્ચિત કરી પોતાના પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે તો આર.કે.શિશિરે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે 360માંથી 314 માર્ક સાથે આર.કે.શિશિર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો હતો.
નીટની પરીક્ષામાં પણ ટોપ -10માં ગુજરાતનો વિદ્યાર્થી ઝીલ વિપુલ વ્યાસ 710 માર્કસ સાથે 9માં સ્થાને રહ્યો હતો. આ વર્ષે NEET UG માટે રેકોર્ડ 18.7 લાખ અરજીઓ કરવામાં આવી હતી. આ સંખ્યા NEETના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. તે જ સમયે, આ વર્ષે, NEET UG દ્વારા, વિદ્યાર્થીઓને કુલ 91,415 MBBS સીટો પર પ્રવેશ આપવામાં આવશે. ડેન્ટલ કોર્સ એટલે કે BDS સીટોની સંખ્યા 26,949 છે. આયુષમાં કુલ 57,720 બેઠકો અને વેટરિનરીમાં 603 બેઠકો છે. આ આંકડા નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.