વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સેનેટ ઇલેક્શન રાબેતા મુજબ યોજવા હાઇકોર્ટનો આદેશ

|

Dec 04, 2021 | 8:07 AM

ગુજરાત હાઈકોર્ટેના આદેશ બાદ MS યુનિવર્સિટીએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા નિયત તારીખ અને સમય પ્રમાણે યોજાશે.મહત્વનું છે કે ચૂંટણી પ્રક્રિયા રાબેતા મુજબ થાય તે માટે હાઇકોર્ટમાં એક ઉમેદવારે અરજી કરી હતી

વડોદરાની(Vadodara)મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં(MS University) સેનેટની ચૂંટણી(Senate Election) પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રાખવા માટે હાઇકોર્ટે(Highcourt)આદેશ કર્યો છે. જેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ રાખવા આદેશ કરાયો છે.આ અંગે વધુ સુનાવણી આગામી 7 ડિસેમ્બરે હાથ ધરાશે.

જો કે હાઈકોર્ટેના આદેશ બાદ MS યુનિવર્સિટીએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા નિયત તારીખ અને સમય પ્રમાણે યોજાશે.મહત્વનું છે કે ચૂંટણી પ્રક્રિયા રાબેતા મુજબ થાય તે માટે હાઇકોર્ટમાં એક ઉમેદવારે અરજી કરી હતી અને યુનિવર્સિટીના બંધારણ મુજબ ચૂંટણી પૂર્ણ કરવા માગ કરી હતી. જો કે આ આદેશ બાદ સેનેટની ચૂંટણી મુલતવી રખાવવાની કોશિશ કરી રહેલ એક ચોક્કસ જૂથના ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું છે.

તેમજ એમએસ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી પ્રક્રિયા રાબેતા મુજબ પૂર્ણ થાય તે માટે ગુજરાત હાઇકોર્ટમાં એક ઉમેદવારે અરજી કરી હતી. જેમાં એમ. એસ. યુનિવર્સિટીનું એક ચોક્કસ બંધારણ છે અને તે બંધારણ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ નિયમાનુસાર આ જાહેરનામા મુજબ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ તે મુજબ ની દાદ એક ઉમેદવાર દ્વારા હાઇકોર્ટ માં માંગવામાં આવી હતી.

આ પણ વાંચો : અમરેલીના જાફરાબાદ દરિયામાંથી લાપતા થયેલી બોટ મળી, માછીમારોએ રાહતનો શ્વાસ લીધો

આ પણ વાંચો : ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ માછીમારોને જરૂરી સહાય અને વળતર આપવાનું આશ્વાસન આપ્યું

Next Video