banaskatha : સોશિયલ મીડિયામાં નેતાના ફોટા વાયરલ કરવાનો મુદ્દો, પરબત પટેલે ફોટા પોતાના ન હોવાનો કર્યો દાવો
સોશિયલ મીડિયામાં મુકાયેલા નેતાના કથિત ફોટાનો મુદ્દો ગરમાયો છે. જોકે નેતા પરબત પટેલે કથિત ફોટા તેમના ન હોવાનો દાવો કર્યો છે. વધુમાં પરબત પટેલે કહ્યું છેકે કોઇએ એડિટીંગ કરી ફોટા મુક્યા છે.
banaskatha : સોશિયલ મીડિયામાં મુકાયેલા નેતાના કથિત ફોટાનો મુદ્દો ગરમાયો છે. જોકે નેતા પરબત પટેલે કથિત ફોટા તેમના ન હોવાનો દાવો કર્યો છે. વધુમાં પરબત પટેલે કહ્યું છેકે કોઇએ એડિટીંગ કરી ફોટા મુક્યા છે. તેમણે આક્ષેપ કર્યો છેકે કોઇએ ફોટા સાથે છેડછાડ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા મેઘા પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં ફોટો મુકાયા હતા. મેઘા પટેલે પાલનપુર સર્કિટ હાઉસમાં નેતા રંગરેલીયા મનાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ તો આ ઘટનાને લઇને જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. અને, આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થયો છે. ત્યારે હવે આ મુદ્દામાં નવું શું બહાર આવે છે તે જોવું રહ્યું.