VADODARA : સાવલીમાં દલિત પરિવાર સાથે ભેદભાવના કેસમાં 3 લોકોની ધરપકડ

| Edited By: | Updated on: Oct 11, 2021 | 7:54 PM

દલિત મહિલાને ગરબા આયોજક દ્વારા ગરબા ન ગાવા દેતા ભારે વિવાદ સર્જાયો હતો. ભેદભાવની આ ઘટનામાં જેમની સાથે દુર્વ્યવહાર થયો તેમના નિવેદન લેવાયા.

VADODARA : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે દલિત યુવતીને ગરબા રમતા રોકવાના કેસમાં
વડોદરા ગ્રામ્ય પોલીસે 4 આરોપીઓ સામે ગુનો બોન્ધ્યો હતો અને એમાંથી 3 આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસે મંજુસર ગામેથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર અને લાલજી પરમાર નામના ત્રણ આરોપીઓની ધરપકડ છે. આ સાથે પોલીસે આરોપીઓના કોવિડ રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.

વડોદરાના સાવલીના પિલોલ ગામે અત્યારે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. ગરબામાં દલિત પરિવાર સાથે ભેદભાવના આરોપ બાદ SC-ST સેલના DYSP દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે યુવતી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તેમના પણ નિવેદન લેવામાં આવ્યા છે. કોઇ અનિચ્છિત ઘટના ન બને તે માટે હાલ ગામમાં પોલીસનો કાફલો ખડકાયો છે.

વડોદરા જિલ્લાના સાવલીના પીલોલ ગામમાં બનેલી ઘટના મુદ્દે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યું. મદદનીશ સમાજ સુરક્ષા અધિકારી અને વિજિલન્સ ઈન્સ્પેક્ટરની ટીમ પિલોલ ગામ પહોંચી હતી. દલિત મહિલાને ગરબા આયોજક દ્વારા ગરબા ન ગાવા દેતા ભારે વિવાદ સર્જાયો હતો. ભેદભાવની આ ઘટનામાં જેમની સાથે દુર્વ્યવહાર થયો તેમના નિવેદન લેવાયા. નિવેદન લીધા બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપાશે તેવી માહિતી બહાર આવી છે.

આ પણ વાંચો : ભાણવડમાં સામુહિક આપઘાત : માતા, પુત્રી અને સાસુએ ઝેરી દવા પીધી આત્મહત્યા કરી

આ પણ વાંચો : કોર્ટે સચિન દીક્ષિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સમગ્ર ઘટનામાં વધુ એક ખુલાસો થયો