પૃથ્વી પરના આ ખંડના થઈ જશે બે ભાગ ! જાણો શું છે કારણ

| Updated on: Aug 17, 2024 | 6:15 PM

થોડા સમય પહેલા લાલ સમુદ્ર અને મોઝામ્બિક વચ્ચે એક તિરાડ જોવા મળી હતી. જ્યારે આ તિરાડ મળી આવી ત્યારે તે કદમાં નાની હતી, પરંતુ હવે ધીમે ધીમે વધી રહી છે. આ જોતાં ભૂસ્તરશાસ્ત્રીઓ આ ખંડને બે ભાગમાં વિભાજન થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો પહેલા આફ્રિકા ખંડના બે ભાગ થઈ જશે એવી આગાહી કરી હતી. હવે સવાલ એ થાય છે કે શું આફ્રિકા ખંડ ખરેખર બે ભાગમાં વહેંચાઈ જશે ? ઘણા અહેવાલોમાં સામે આવ્યું છે કે વિશ્વનો બીજો સૌથી મોટો મહાદ્વીપ આફ્રિકા બે ભાગમાં વિભાજીત થઈ રહ્યો છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે લાલ સમુદ્ર અને મોઝામ્બિક વચ્ચે ઈસ્ટ આફ્રિકન રિફ્ટ ફેલાઈ રહી છે.

લાલ સમુદ્ર અને મોઝામ્બિક વચ્ચેની આ તિરાડ સતત વધી રહી છે. જ્યારે આ તિરાડ મળી આવી ત્યારે તે કદમાં નાની હતી, પરંતુ હવે ધીમે ધીમે વધી રહી છે. આ જોતાં ભૂસ્તરશાસ્ત્રીઓ આફ્રિકા ખડ બે ભાગમાં વિભાજીત થવાની આગાહી કરી રહ્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આફ્રિકાની મધ્યમાં સર્જાતી આ તિરાડથી નવો મહાસાગર બનવાની પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો એક લીટર બ્લડની કિંમત રૂ.10,00,000…શું તમારી પાસે છે આ બ્લડ ? માર્કેટમાં છે ખૂબ ડિમાંડ