એક એવું શહેર જ્યાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય, જાણો શું છે કારણ

| Updated on: Sep 21, 2024 | 5:06 PM

સામાન્ય રીતે આપણે સમય જોવા માટે ઘડિયાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણી ઘડિયાળમાં 1 થી 12 સુધીના અંક છે. પરંતુ દુનિયામાં એક એવું શહેર છે જ્યાં ઘડિયાળોમાં 12 નંબરનો અંક જ નથી. તેનો અર્થ એ છે કે અહીંયા ક્યારેય 12 વાગતા જ નથી. તમને આ સાંભળીને નવાઈ લાગશે, પણ આ વાત સાચી છે.

આપણા જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે. આ જ કારણ છે કે આપણે આપણા મહત્વના કાર્યોને સમય અનુસાર શેડ્યૂલ કરીએ છીએ અને તે મુજબ આપણો દિવસ પસાર કરીએ છીએ. સમય જોવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણી ઘડિયાળમાં 1 થી 12 સુધીના અંક છે. પરંતુ દુનિયામાં એક એવું શહેર છે જ્યાં ઘડિયાળોમાં 12 નો અંક નથી હોતો. તેનો અર્થ એ કે અહીંયા ક્યારેય 12 વાગતા જ નથી.

તમને આ સાંભળીને નવાઈ લાગશે. પણ આ વાત 100 ટકા સાચી છે. અહીંની ઘડિયાળોમાં 12 અંક ન હોવાનું કારણ ખૂબ જ રસપ્રદ છે. આ શહેર સ્વિત્ઝર્લેન્ડમાં છે. જેનું નામ સોલોથર્ન છે. અહીં તમામ ઘડિયાળોમાં માત્ર 11 અંક જ છે. 12 નંબર દેખાતો નથી, બલ્કે ફરીથી 1 વાગ્યાથી સમય શરૂ થાય છે. ઘડિયાળ 11 પછી સીધો 1 વાગ્યાનો જ સમય બતાવે છે.

અહીં રહેતા લોકો 11 નંબરને ખૂબ જ પસંદ કરે છે. આ શહેરમાં 11 સંગ્રહાલયો છે, શહેરના ટાવર પણ 11 છે, તો 11 ધોધ પણ ફેમસ છે. આ રીતે ત્યાં આવેલી ચર્ચમાં પણ 11 નંબરનું મહત્વ જોવા મળે છે. શહેરમાં 11 નંબરનું એટલું મહત્વ છે કે આ શહેરનો જન્મદિવસ પણ 11મીએ ઉજવવામાં આવે છે.

11 નંબર ખાસ હોવા પાછળ અનેક કહાનીઓ છે, જેમાંથી એક એવી પણ છે કે અહીંના લોકો ખૂબ મહેનત કરતા હતા. પરંતુ તેમ છતાં ખુશ નહોતો. એક દિવસ પહાડીઓમાંથી એક પિશાચ અહીં આવ્યો, જેણે લોકોનું મનોબળ વધાર્યું. આ પછી અહીંના લોકો સુખી રહેવા લાગ્યા. જો કે, આનો કોઈ સત્તાવાર પુરાવો નથી.