બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત

|

May 23, 2024 | 7:23 PM

યુવકો બરવાળાથી બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામના તળાવમાં નહાવા આવ્યા હતા. જ્યારે બે યુવકો તળાવમાં નહાવા પડ્યા હતા અને બે યુવકો બહાર રહ્યા હતા. બોટાદ રૂરલ પોલીસે બન્ને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામમાં બે યુવકો ડુબ્યા હોવાની ઘટના બની છે. નહાવા પડેલા યુવકો તળાવમાં ડુબતા લોકોએ તેમને બચાવવા પાછળ તળાવમાં પડ્યા હતા. જો કે મળતી માહિતી મુજબ યુવકો બરવાળાથી બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામના તળાવમાં નહાવા આવ્યા હતા. જ્યારે બે યુવકો તળાવમાં નહાવા પડ્યા હતા અને બે યુવકો બહાર રહ્યા હતા.

મહત્વનું છે કે ઘટનાની જાણ ગામના લોકોને થતા તેઓ તળાવ પર દોડી આવ્યા હતા અને યુવકોને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, જો કે બન્ને યુવકોને હોસ્પિટલને ખસેડાતા બન્નેને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, બોટાદ રૂરલ પોલીસે બન્ને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

ઇનપુટ ક્રેડિટ- બ્રિજેશ સાકરીયા, TV9 બોટાદ

આ પણ વાંચો: સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે, હીટસ્ટ્રોકના કારણે 29 દિવસની બાળકીનું મોત નીપજ્યું , જુઓ વીડિયો

Published On - 7:15 pm, Thu, 23 May 24

Next Video