Video : કચ્છ હનીટ્રેપ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા, આરોપી જયંતિ ઠક્કર અને તેના ભાણેજની ધરપકડ કરી

| Edited By: | Updated on: Jan 06, 2023 | 7:58 PM

કચ્છ હનીટ્રેપ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે.ભુજ LCBએ આરોપી જયંતિ ઠક્કર અને તેના ભાણેજની ધરપકડ કરી છે. આરોપી જયંતિ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત 19 ગુનામાં સંડોવાયેલો છે..આરોપી ભાણેજ ખુશાલની અમદાવાદથી ધરપકડ કરી છે.હવે પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવશે

કચ્છ હની ટ્રેપ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે.ભુજ LCBએ આરોપી જયંતિ ઠક્કર અને તેના ભાણેજની ધરપકડ કરી છે. આરોપી જયંતિ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત 19 ગુનામાં સંડોવાયેલો છે..આરોપી ભાણેજ ખુશાલની અમદાવાદથી ધરપકડ કરી છે.હવે પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવશે. આ ઘટનાની વાત કરીએ તો, આદિપુરના ફાઇનાન્સ વેપારી અનંત ઠક્કરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 10 કરોડ માગ્યા.જેમાં પોલીસે વિનય અને મહિલાની ધરપકડ બાદ બે આરોપીને ઝડપ્યા છે.

હનીટ્રેપની ફરિયાદ કરનાર સામે ગોવામાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે

હનીટ્રેપ કેસમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.જે મુદ્દે પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે ગુનામાં સામેલ અન્ય બે આરોપી રમેશ તેના ભાઇને પોલીસે સમન્સ આપી તપાસ માટે બોલાવ્યા છે..હનીટ્રેપની ફરિયાદ કરનાર સામે ગોવામાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે.જેથી ભોગ બનનારની ભૂમિકા અંગે નજીકના સમયમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસા થઈ શકે છે.

આદિપુરના ફાઇનાન્સ વેપારી અનંત ઠક્કરને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી 10 કરોડની ખંડણી માંગવાના કિસ્સામાં વિનય રેલોન સહિત હનીટ્રેપમાં સામેલ મહિલાની ધરપકડ કર્યા બાદ પોલિસે આ મામલે વધુ બે શખ્સોની ધરપકડ કરી છે. ખંડણી માંગવામાં સંડોવણી ધરાવતા અને જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત 19 જેટલા ગુનામાં સામેલ જેન્તી ડુમરા અને તેના ભાણેજ ખુશાલ ઉર્ફે કુશલ મુકેશ ઠક્કરની અમદાવાદથી ભુજ LCBએ ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ચકચારી એવા આ કેસમાં કુલ 8 વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઈ હતી જેમાં વિનય રેલોન તથા રેખાની ધરપકડ બાદ વધુ બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે સાથે ગુનામાં સામેલ અન્ય બે આરોપી રમેશ જોષી તથા તેના ભાઇને પોલીસે સમન્સ આપી તપાસ માટે બોલાવ્યા છે. ત્યારે પોલીસ આ મામલાને પ્રેસર ટેકનીક ગણાવી રહી છે સાથે અન્ય કોઇ ભોગ બનનાર હોય તો તેને પણ આગળ આવવા અપીલ કરી રહી છે. પોલીસે ન્યાયીક તપાસની ખાતરી આપી રહ્યુ છે.

Published on: Jan 06, 2023 07:54 PM