વડોદરાની સયાજી હોસ્પિટલમાં હોબાળો, અજાણ્યા ઈસમોએ તબીબો પર હુમલો કર્યો હોવાના આરોપ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 24, 2023 | 9:50 PM

જુનિયર અને રેસિડેન્ટ તબીબોનો આરોપ છે કે, નશામાં આવેલા હુમલાખોરોએ ફરજ પર હાજર તબીબ પર હુમલો કર્યો હતો સાથે મારામારી પણ કરી હતી.

Vadodara : મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) તબીબોએ હોબાળો મચાવ્યો છે. રીક્ષામાં આવેલા અજાણ્યા ઈસમોએ તબીબો પર હુમલો કર્યો હોવાના આરોપ લાગ્યા છે. તબીબો પર હુમલો કરનાર મુખ્ય વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તબીબ પર હુમલો કરાયો હોવાના આરોપ સાથે રેસિડેન્ટ અને જુનિયર તબીબોએ તાત્કાલિક સારવાર વિભાગ ખાતે હોબાળો કર્યો હતો.

આ પણ વાંચો Vadodara : MS યુનિવર્સિટી હોસ્ટેલમાં દારૂકાંડ બાદ કડક નિયમો લાગુ કરાયા, બહારના વિદ્યાર્થી માટે લગાવાયો પ્રતિબંધ, જુઓ Video

જુનિયર અને રેસિડેન્ટ તબીબોનો આરોપ છે કે, નશામાં આવેલા હુમલાખોરોએ ફરજ પર હાજર તબીબ પર હુમલો કર્યો હતો સાથે મારામારી પણ કરી હતી. તેથી રોષે ભરાયેલા તબીબોએ તાત્કાલિક હડતાળ જાહેર કરી અને ICU સિવાયની તમામ સેવાનો બહિષ્કાર કર્યો હતો. તબીબોએ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી છતાં કોઈ મદદ કરી નથી.

હુમલાખોરોમાં હોસ્પિટલનો સર્વન્ટ પણ સામેલ હતો. આ ચોંકાવનારો ખુલાસો તબીબ વિજય પટેલે કર્યો છે. તેમણે કહ્યું કે હુમલાખોરો નશાની હાલતમાં હતા. તબીબોને બેરહેમીપૂર્વક માર માર્યો હતો.

જો કે ઘટના બાદ મેડિકલ સુપરિટેન્ડેટ ઓફિસમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. SSG હોસ્પિટલના તમામ વિભાગોના વડાઓની બેઠક મળી હતી. ઇન્ચાર્જ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, RMO સહિતના તબીબી અધિકારીઓ હાજર રહ્યા અને GISFના વડાને બોલાવ્યા હતા. જયાં GISFની સુરક્ષા એજન્સીની બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓએ સુરક્ષા એજન્સી પ્રત્યે અસંતોષ દર્શાવ્યો હતો. GISFના સુપરવાઈઝર રાઉલજી મીડિયાના સવાલોથી ભાગ્યા હતા.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો