Gujarat Rain: મહિસાગર નદીમાં વધ્યુ જળસ્તર, મુજપુર બ્રિજ બંધ કરાયો, જુઓ Drone video
Mahisagar river Drone video: વડોદરાના પાદરા વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર નદીમાં જળસ્તર વધ્યુ છેય વડોદરા નજીક આવેલ મુજપુર બ્રિજને પણ બંધ કરવામા આવ્યો છે. બ્રિજને બેરીકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. અવર જવર બંધ કરવાને લઈ બ્રિજથી પસાર થતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. નદી કાંઠા વિસ્તારના ફાર્મ હાઉસોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે.
વડોદરાના પાદરા વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર નદીમાં જળસ્તર વધ્યુ છેય વડોદરા નજીક આવેલ મુજપુર બ્રિજને પણ બંધ કરવામા આવ્યો છે. બ્રિજને બેરીકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. અવર જવર બંધ કરવાને લઈ બ્રિજથી પસાર થતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. નદી કાંઠા વિસ્તારના ફાર્મ હાઉસોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, 200 લોકોને NDRF એ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video
આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, મહિસાગર નદીમાં વધેલા જળસ્તરને લઈ પાણીનો ધસમસતો પ્રવાહ કેવો વહી રહ્યો છે. મુજપુર બ્રિજ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં આસપાસના ફાર્મ હાઉસમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે, નદીના પટથી પણ બહાર મહિસાગર નદીના પાણી વહી રહ્યા છે. કાંઠાના વિસ્તારમાં નદીના પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 18, 2023 05:10 PM