Bharuch Breaking News : ઝઘડિયાની સેવારૂરલ હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન ગેસ લીકેજથી દોડધામ મચી,જુઓ વીડિયો

| Updated on: May 29, 2024 | 12:19 PM

ભરૂચ : ઝઘડિયા ની સેવા રૂરલ હોસેપીટલમાં ગેસ લિકેજ થી દોડધામ મચી ગઈ હતી. રાજકોટ TRP મોલ દુર્ઘટનાની હજુતો શાહી સુકાઈ નથી ત્યાં આ ઘટનાએ અફરાતફરી મચાવી દીધી હતી જોકે સદનસીબે અકસ્માતના પગલે કોઈ જાનહાની નોંધાઈ નથી અને ગણતરીની પળોમાં સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો.

જેસીબીથી ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન તુટી જતા ગેસ લિકેજ થયો હતો. હોસ્પીટલના સ્ટાફ દ્વારા દર્દીઓના વોર્ડ ખાલી કરાવી દર્દીઓને હોસ્પીટલ બહાર કઢાયા હતા. થોડીવાર માટે આખા સંકુલમાં અફરા-તફરી નો માહોલ છવાયો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ અને ગેસ કંપનીની સમયસુચકતાના કારણે કોઇ જાનહાનિ નોંધાઈ નથી. હોસ્પિટલમાં નિર્માણકાર્યના નવા બાંધકામ દરમિયાન જેસીબીથી ખોદકામ દરમિયાન ઘટના બની હતી.

ગેસ પુરવઠો બંધ કરી સમારકામ કરાયું ચેહ સાથે તમામ દર્દીઓ ને સુરક્ષિત પુન: હોસ્પીટલમાં લવાયા છે. સેવારૂરલના એડમીન બંકિમ શેઠે ટીવી 9 સાથેની વાતચીતમાંજણાવ્યું હતું કે સ્ટાફને ઇમરજન્સીની સ્થિતિમાં કેવા પગલાં ભરવા તેની અગાઉથી તાલીમ અપાઈ હોવાથી અકસ્માત બાદ તમામે ગાઇડલાઇન ફોલો કરી હતી. ઘટનામાં કોઈપણ દર્દીની તબિયતને ખરાબ અસર પહોંચી નથી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Published on: May 29, 2024 11:47 AM