Bharuch Viral Video : “પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે” રીલ્સ બનાવી Bikerએ Dhoom સ્ટાઈલમાં પડકાર ફેંક્યો

| Edited By: | Updated on: Oct 25, 2023 | 10:12 AM

Bharuch : ભરૂચના સૌથી વધુ અકસ્માત ભયગ્રસ્ત વિસ્તાર પૈકીના એક એવા નર્મદા મૈયા બ્રિજ(Narmada Maiya Bridge) ઉપર એક Biker એ રીલ્સ(Reels) બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે. વાહનોની અવર-જ્વરથી વ્યસ્ત વિસ્તારમાં અકસ્માત(Accident)નો ન માત્ર ભય  ઉભો કરી આ બાઈક સવાર યુવાને પોલીસ ઓળખી નહીં શકે તેવો પડકાર ફેંક્યો છે. પોલીસે આ વીડિયોના આધારે તપાસ પણ શરૂ કરી છે જોકે વાયરલ વિડીયો(Viral Video)સામે આવ્યાના 24 કલાક સુધી આ બાઈક ચાલક મળી ન આવતા પોલીસ માટે પણ પડકાર મુશ્કેલ જણાઈ રહ્યો છે. 

બોલિવૂડ ફિલ્મ(Bollywood Movie) ધૂમ (Dhoom) માં Bikersની ગેંગ બતાવવામાં આવી છે જે પોલીસને પડકાર ફેંકી ગુનાઓને અંજામ આપતી હતી. આ ફિલ્મમાં Bikers ની ઝડપ એટલી વધુ બતાવવામાં આવી હતી કે પોલીસ તેનો પીછો કરે તેમ છતાં ટોળકી ઝડપતી ન હતી. આ ફિલ્મના એક ડાયલોગ પર પોલીસને પડકાર ફેંકી રીલ્સ બનાવવાનો મામલો સામે આવ્યો છે.

ભરૂચ-અંક્લેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આ રીલું બનાવવામાં આવી છે જેમાં બ્રિજ ઉપર એક બાઈક ચાલક સ્ટંટ કરે છે. બેકગ્રાઉન્ડ ઓડિયોમાં ડાયલોગ છે જેમાં કહેવાય રહ્યું છે કે, ” પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે! ” આ વિડીયો સામે આવ્યા બાદ ભરૂચ પોલીસે પણ તપાસ શરૂ કરી Biker ની શધખોળ હાથ ધરી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 25, 2023 10:09 AM