અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત, 6ના મોત-10થી વધુ ઘાયલ, જુઓ-Video
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર બરોડાછી અમદાવાદ તરફ જતાં આણંદના ચિખોદરા નજીક વહેલી સવારે ગોઝારી દુર્ઘટના બની હતી. મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્ર્ક વચ્ચે જોરદાર ટક્કર થતા 6 લોકોના મોત થયા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. બરોડાથી અમદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. તેમજ 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા હાલ તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં 6 લોકોના મોત
વડોદરાથી અમતદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 6ના મોત થયા છે. તેમજ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી
ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર બરોડાછી અમદાવાદ તરફ જતાં આણંદના ચિખોદરા નજીક વહેલી સવારે ગોઝારી દુર્ઘટના બની હતી. મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્ર્ક વચ્ચે જોરદાર ટક્કર થતા 6 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મોટાભાગના મુસાફરો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.