ચાલુ ટ્રેનમાં ધુમાડાના ગોટેગોટા, આગની લપેટ, લોકોની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી, જુઓ Video
કુરુક્ષેત્રથી ખજુરાહો જતી ટ્રેન નંબર 11842ના D5 કોચમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ટ્રેનમાં આગની જાણ થતાં જ મુસાફરોએ તરત જ ચેઈન ખેંચીને ટ્રેનને રોકી અને પછી સ્ટેશન માસ્તર અને લોકો પાયલટને ઘટનાની જાણ કરી.
હરિયાણાના કુરુક્ષેત્રથી મધ્યપ્રદેશના ખજુરાહો જતી ટ્રેનમાં ત્યારે ગભરાટ ફેલાઈ ગયો જ્યારે લોકોને ખબર પડી કે ટ્રેનમાં આગ લાગી છે. ટ્રેનમાં આગ લાગતા જ મુસાફરોએ તરત જ ચેન ખેંચી અને ટ્રેન રોકી દીધી. જોકે, બાદમાં મુસાફરોએ સ્ટેશન માસ્તર અને લોકો પાયલટને આગ અંગે જાણ કરી હતી.
ટ્રેન નંબર 11842ના D5 કોચમાં આગ લાગી હતી. લોકોએ જણાવ્યું કે ઈશાનગર સ્ટેશનથી છતરપુર જવા માટે ટ્રેન નીકળતાની સાથે જ તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ રેલ્વે વિભાગના કર્મચારીઓએ ભારે હોશિયારીથી આગને કાબુમાં લીધી હતી. સૌથી સારી વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.