Jamnagar: પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમૂરે ભાજપમાંથી આપ્યું રાજીનામું, સગા માટે ટિકિટ ન મળતા પક્ષ સાથે ફાડ્યો છેડો
ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભડકાનો સિલસિલો યથાવત્ છે. જામનગર મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અને આહિર સમાજના પ્રમુખ કરસન કરમૂરે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે.
ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભડકાનો સિલસિલો યથાવત્ છે. જામનગર મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અને આહિર સમાજના પ્રમુખ કરસન કરમૂરે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. કરસન કરમૂર દ્વારા પોતાના સગાની ટિકિટની માગણી કરવામાં આવી હતી, પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા તેમણે આખરે ભાજપને રાજીનામું ધરી દીધું છે. કરસન કરમૂરનો આક્ષેપ છે કે, અનેક સિનિયર કાર્યકર્તાઓના સગાસંબંધીઓને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ તેમના સગાને જ ટિકિટ ન આપવામાં આવી. વિધાનસભા ચૂંટણી વખતે પણ ટિકિટ ન મળતા કરસન કરમૂરે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી.