Rajkot :ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમશે, દોઢ લાખ ગુણી મગફળીની આવકની શક્યતા, જાણો સમગ્ર વિગત

|

Nov 07, 2021 | 7:39 AM

આજથી રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરુ થશે. મહત્વપૂર્ણ છે કે દિવાળી વેકેશનને પગલે માર્કેટિંગ યાર્ડ બંધ હતું. જે આજથી શરૂ થશે.

આજથી રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થશે. મહત્વપૂર્ણ છે કે દિવાળી વેકેશનને પગલે માર્કેટિંગ યાર્ડ બંધ હતું. જે આજથી શરૂ થશે. પ્રથમ દિવસે એટલે કે આજે સવારે 8 વાગ્યાથી મગફળીની આવક શરૂ થશે. યાર્ડ સંચાલકોએ ચાલુ વર્ષે દોઢ લાખ ગુણી મગફળીની આવક થવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે આજે બપોર બાદ લસણની આવક શરૂ થશે. આ સિવાય સોમવારથી તલ, ચણા અને ધાણા જેવા પરચુરણ પાકોની આવક શરૂ થશે. જ્યારે સોમવારે સાંજે કપાસ અને ડુંગળીની આવક શરૂ થશે.

ઉલ્લેખનિય છે કે લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ કાર્યરત થશે. સાથે જ લાભપાંચમથી વિવિધ પાકોની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો મગફળીની આવક શરૂ થતા પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી લાઇનો જોવા મળી. અને ખેડૂતોનો ત્વરિત નંબર આવે તે માટે ખેડૂતોએ જણસ ભરેલા વાહનો કતારમાં લગાવ્યા.

 

આ પણ વાંચો: Kheda: પોલીસ પરિસરમાં લાગી ભયંકર આગ, જપ્ત કરેલ વાહનો થઈ ગયા બળીને રાખ

આ પણ વાંચો: આ વ્યક્તિએ નામચીન ફિલ્મ કંપનીને ઈમેઈલ કર્યો, ‘અમદાવાદમાં રાફેલ દ્વારા બલાસ્ટ થવાનો છે’, જાણો પછી શું થયું

Next Video