Valsad : આખરે કુખ્યાત બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર ઝડપાયો, સગીરાવસ્થામાં જ 3 ગુનાને આપ્યો હતો અંજામ

| Edited By: | Updated on: May 13, 2022 | 9:03 AM

વલસાડ SOGની ટીમે પુનામાં ફાયરિંગ કરીને  ફરાર થયેલા આરોપીને એક પિસ્તોલ અને 5 જીવંત કારતૂસ સાથે ઝડપી પાડયો છે.

ખંડણી અને અપહરણની દુનિયામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધાક છે ,ઉત્તર ભારતના(North India)  અનેક રાજ્યોમાં આ ગેંગનો માસ્ટર માઈન્ડ લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરીત ગોલ્ડી બ્રાર અને વિરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણાની માસ્ટરી છે. જોકે લોરેન્સ બિશ્નોઈ (Bhisnoi Gang) હાલ તિહાર જેલમાં છે તો ગોલ્ડ બ્રાર કેનેડા(Canada)  રહીને ખંડણી અને અપહરણનો કાળો કારોબાર દેશમાં ચલાવી રહ્યા છે. ત્યારે આ ગેંગના એક શાર્પ શૂટર(Sharp Shooter)  રાજ્યના છેવાડે એવા ઔદ્યોગિક નગરી વાપીમાં ઝડપાયો છે. વલસાડ SOGની ટીમે પુનામાં ફાયરિંગ કરીને  ફરાર થયેલા આરોપીને એક પિસ્તોલ અને 5 જીવંત કારતૂસ સાથે ઝડપી પાડયો છે.

વલસાડ SOGની ટીમને મોટી સફળતા મળી

તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ આરોપીએ પુખ્ત વય ની ઉંમર પહેલાં જ તેણે ગુનાઓના દુનિયામાં PHD કરી લીધી છે. દેશની જાણીતી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર અભિષેક ઉર્ફે પપ્પુ ઉર્ફે સોનુ દિલીપભાઈ કોળી મહારાષ્ટ્રના પુણે વિસ્તારના ઘોડે ગાવનો વતની છે. જોકે હાલે વાપી એસઓજીની ટીમે (Valsad SOG Team)તેને ઝડપીને મોટી સફળતા મેળવી છે. તમને જણાવી દઈએ કે, વાપી એસઓજીની ટીમને બાતમી મળી હતી કે દેશમાં અપહરણ અને ફિરોતી ના મામલે ભારે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક શાર્પ શૂટર વાપીથી પસાર થતી એક લક્ઝરી બસમાં જવાનો છે.

આથી વાપી એસઓજીની ટીમે પૂણેથી ગુજરાત તરફ આવતી ટ્રાવેલ્સ માં તપાસ કરતાં આરોપી અભિષેક કોળી ઝડપાઈ ગયો હતો.અભિષેક પાસેથી વિદેશી પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ તથા એક ખાલી મેગેઝીન પણ મળી આવેલ છે.હાલ પોલીસે તેને સંકજામાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Published on: May 13, 2022 09:00 AM