Banaskantha: જાપાની સુઝુકી કંપનીએ બનાસ ડેરીએ શરૂ કરેલા દેશના પ્રથમ બાયો CNG પ્લાન્ટની મુલાકાત લીધી, બનાસ ડેરી સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી

|

Sep 25, 2022 | 10:06 AM

પાંચ મહિનામાં મારુતી સુઝુકી કંપનીના (Maruti Suzuki Company)અધિકારીઓની આ બીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે બનાસ ડેરી માત્ર ભારત જ નહિ પણ વિશ્વના અન્યો દેશોને પોતાના કામથી પ્રેરિત કરી રહી છે.

જાપાની સુઝુકી કંપનીના (Suzuki Company) અધિકારીઓએ બનાસ ડેરીમાં બાયો CNG પ્લાન્ટની (Bio CNG Plan) મુલાકાત લીધી. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ (Banas Dairy) શરૂ કરેલા પશુઓના છાણમાંથી દેશનો પ્રથમ બાયો CNG પ્લાન્ટથી પ્રેરિત થઈને જાપાનની સુઝુકી કંપનીના અધિકારીઓએ મુલાકાત કરી હતી. ચેરમેન શંકર ચૌધરી સાથે મીટીંગ યોજીને સવિસ્તાર ચર્ચા કરી હતી. સુઝુકી કંપનીએ બાયો CNGને અનુરૂપ પોતાના વાહનો બનાવવા તેમજ એજ વાહનોને વાહન ચાલક પોતાના ઘરે તૈયાર કરાયેલ ગોબર ગેસમાંથી ગેસ ભરી શકે એવી વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટે બનાસ ડેરી સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે.

બનાસ ડેરીના બાયો CNG પ્લાન્ટની મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વેસ્ટ માંથી વેલ્થ” મિશનને સાકાર કરતી બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે પાંચ મહિના પહેલા પણ મારુતિ સુઝુકી કંપનીના અધિકારીઓએ દામા ખાતે આવેલા બનાસ બાયો CNG પ્લાન્ટની મુલાકાત લઈ મીટીંગ યોજી હતી. પાંચ મહિનામાં મારુતી સુઝુકી કંપનીના અધિકારીઓની આ બીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે બનાસ ડેરી માત્ર ભારત જ નહિ પણ વિશ્વના અન્યો દેશોને પોતાના કામથી પ્રેરિત કરી રહી છે. કંપનીએ રિસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની તૈયારી બતાવી છે. પશુપાલક અને ખેડૂતોની આવક ડબલ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં આ સાહસ કરવામાં આવ્યું હતું.

ગામડાઓમાં સ્વચ્છતા બની રહે તેમજ નવીનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ થાય એ હેતુ સાથે શુદ્ધ બાયો ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જે વાહન ચલાવવા માટે ઈંધણના સ્વરૂપમાં કામ આવે છે, એને ઉત્પન્ન કરવાના સાથે જૈવિક ખાતર બનાવવા આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે, એ જાણીને સુઝુકી કંપનીના પદાધિકારીઓએ બનાસ ડેરીની પ્રશંસા કરી હતી.

Published On - 10:05 am, Sun, 25 September 22

Next Video