Gujarati Video : ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજી શરુ, ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયા
ખેડૂતોને આશા હતી કે આ વર્ષે પણ ગત વર્ષની જેમ તમાકુના સારા ભાવ મળશે. પરંતુ ખેડૂતો માટે તો આ હરાજી પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી સાબિત થઈ છે. કારણકે તમાકુની હરાજી માત્ર 700 રૂપિયાથી શરૂ થઈ હતી. જેથી ખેડૂતો રોષે ભરાયા હતા.
બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજી શરુ થઈ હતી. જે આ સિઝનની પ્રથમ હરાજી હતી. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે પણ ગત વર્ષની જેમ તમાકુના સારા ભાવ મળશે. પરંતુ ખેડૂતો માટે તો આ હરાજી પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી સાબિત થઈ છે. કારણકે તમાકુની હરાજી માત્ર 700 રૂપિયાથી શરૂ થઈ હતી. જેથી ખેડૂતો રોષે ભરાયા હતા.
આ પણ વાંચો :Banaskantha : ધાનેરા પાસે પુરપાટ ઝડપે આવતા વાહને બાઈકને લીધી અડફેટે, આધેડનુ ઘટના સ્થળે જ મોત
ખેડૂતોનું કહેવું છે કે તમાકુ પકવવા ખેડૂતોએ જે ખાતરનો ઉપયોગ કર્યો તે ખાતરનો ભાવ જ 1000થી 1200 રૂપિયા સુધીનો હતો. તો હરાજીમાં તમાકુના ભાવ માત્ર 700 રૂપિયા મળે તે પોષાય તેમ નથી. આખી સિઝન જે પાક માટે પરસેવાનું અને પૈસાનું પાણી કર્યું. તેના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. સાથે જ તમાકુનો યોગ્ય ભાવ આપવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે માર્કેટયાર્ડની ઓફિસનો ઘેરાવો કર્યો હતો.
ખેડૂતોનો વિરોધ અને પોષણક્ષમ ભાવની માગને જોતા માર્કેટયાર્ડના સેક્રેટરીએ પ્રતિમણ તમાકુની હરાજી 1000 રૂપિયાથી શરૂ કરવાની ખાતરી આપી. સેક્રેટરીએ યોગ્ય ભાવ મળશે તેવી ખાતરી આપ્યા બાદ હરાજીની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી.
ગોંડલ માર્કેટયાર્ડ નવી જણસની આવક
તો બીજી બાજુ રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણા, મરચા સહિતની જણસની મોટી માત્રામાં આવક થઈ રહી છે. હાલ માર્કેટયાર્ડમાં ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ છે. જો ભાવની વાત કરીએ તો હરાજીમાં ધાણાનો ભાવ 1400થી લઈને 2100 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. જ્યારે મરચાનો ભાવ 4000થી લઈને 7000 સુધી મળી રહ્યા છે. નવ દિવસ બાદ માર્કેટયાર્ડ ખુલતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચ્યા હતા. જો કે મબલખ આવક અને કમોસમી વરસાદની આગાહીને પગલે ધાણાની આવક હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…