આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 28, 2024 | 9:40 AM

ગુજરાતમાં શિયાળાની ઋતુએ પોતાનો અનુભવ કરાવ્યો છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થઈ છે અને ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાવાની શક્યતા છે. કમોસમી વરસાદની પણ આગાહી છે, ખાસ કરીને સાબરકાંઠા અને નર્મદા જિલ્લામાં. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે.

ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે. ધીરે ધીરે ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થવાની આગાહી કરી છે. જેના પગલે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તર ભારતમાં ભારે અસર થઇ રહી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભારે બરફ વર્ષા થઇ છે. જેના પગલે ઠંડા પવનો મેદાની પ્રદેશોમાં ફરી વળવાની શક્યતા છે. રવિવારથી ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોમાં  વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્કયુલેશનની અસર જોવા મળી રહી છે. સાબરકાંઠા, નર્મદા સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15 જાન્યુઆરીએ પવનની ગતિ પતંગ રસિયાઓ માટે સાનુકૂળ રહેશે. 14 અને 15 જાન્યુઆરીની રાત્રે પવનની ગતિ મધ્યમ થશે.

Published on: Dec 28, 2024 09:23 AM