ભરૂચ : દરિયામાંથી મળ્યું વિશાળ શિવલિંગ, દર્શન કરવા ઉમટ્યા શિવભક્તો
ભરૂચમાં જંબુસરના કાવી કંબોઈ નજીક દરિયામાંથી શિવલિંગ મળી આવતાં સ્થાનિકો શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા. શિવલિંગ એટલું વજનદાર હતું કે 10 માણસોથી પણ ઊંચકી શકાય તેમ નહોતું. તેથી બે બોટ લઈ જવામાં આવી હતી અને શિવલિંગને દરિયામાંથી બહાર લાવવામાં આવ્યું હતું.
ભરૂચમાં જંબુસરના કાવી કંબોઈ નજીક દરિયામાંથી વિશાળ શિવલિંગ મળી આવ્યું છે. દરિયામાં માછીમારી દરમિયાન માછીમારોની જાળમાં શિવલિંગ આવી ગયું હતું. જે બાદ વજનદાર શિવલિંગને માછીમારો દ્વારા કિનારે લાવવામાં આવ્યું. કાવી કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગ જેટલું જ ઊંચું અને વજનદાર શિવલિંગ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
ભરૂચમાં જંબુસરના કાવી કંબોઈ નજીક દરિયામાંથી શિવલિંગ મળી આવતાં સ્થાનિકો શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા. શિવલિંગ એટલું વજનદાર હતું કે 10 માણસોથી પણ ઊંચકી શકાય તેમ નહોતું. તેથી બે બોટ લઈ જવામાં આવી હતી અને શિવલિંગને દરિયામાંથી બહાર લાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ભરૂચ : પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીના દાગીનાની ચોરી, તસ્કર સીસીટીવીમાં કેદ થયા, જુઓ વીડિયો
Published on: Feb 07, 2024 11:06 PM