એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક ! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

| Updated on: Oct 27, 2024 | 6:16 PM

વૈજ્ઞાનિકોને અત્યાર સુધી એલિયન હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ તેમણે કેટલાક અવાજો રેકોર્ડ કર્યા છે. ત્યારે વૈજ્ઞાનિકો એ તપાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આકાશગંગામાં આ અવાજો ક્યાંથી આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે આ અવાજો એલિયન્સના હોઈ શકે છે.

એલિયન્સને લઈને અવારનવાર સમાચાર સામે આવતા હોય છે. તો એલિયન જીવોને લઈને સામાન્ય રીતે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો પણ સામે આવતા હોય છે કે, શું બ્રહ્માંડમાં એલિયન્સ છે અને છે તો ક્યાં છે ? પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકોને કોઈ નક્કર જવાબ મળ્યો નથી. વૈજ્ઞાનિકો હજુ પણ અન્ય ગ્રહો પર એલિયન જીવનના સંકેત તપાસી રહ્યા છે.

વૈજ્ઞાનિકોને અત્યાર સુધી એલિયન હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ તેમણે કેટલાક અવાજો રેકોર્ડ કર્યા છે. ત્યારે વૈજ્ઞાનિકો એ તપાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આકાશગંગામાં આ અવાજો ક્યાંથી આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે આ અવાજો એલિયન્સના હોઈ શકે છે, કારણ કે આ અવાજ રડિયો વિસ્ફોટના અવાજથી અલગ છે. તેથી વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, કદાચ એલિયન્સ પૃથ્વીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રહસ્યમય અવાજો કેનેડિયન હાઈડ્રોજન ઈન્ટેન્સિટી મેપિંગ પ્રયોગના રેડિયો ટેલિસ્કોપમાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.