Gandhinagar : વિધાનસભા સત્રને લઈને ભાજપના ધારાસભ્ય દળની બેઠક, સી.આર.પાટિલ અને CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર

| Edited By: | Updated on: Dec 19, 2022 | 12:47 PM

વિપક્ષના વિરોધ સામે સત્ર પહેલા રણનિતી નક્કી કરવામાં આવતી હોય છે, જો કે દર વખતની જેમ વિપક્ષ આ વખતે હાવિ ભૂમિકામાં નથી. જો કે ભાજપ ક્યારેય પણ વિપક્ષના સંખ્યાબળને આધારે આંકતુ નથી.

વિધાનસભા સત્રને લઈને ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજરી આપશે. વિધાનસભા સત્રની તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા થશે. કુલ 182 માંથી 82 જેટલા MLA પહેલી વાર ચૂંટાઈને આવ્યા છે, જેમાં ભાજપના 70 જેટલા ધારાસભ્યો છે. આથી બેઠકમાં પહેલીવાર ચૂંટાયેલા ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે. સામાન્ય રીતે વિપક્ષના વિરોધ સામે સત્ર પહેલા રણનિતી નક્કી કરવામાં આવતી હોય છે, જો કે દર વખતની જેમ વિપક્ષ આ વખતે હાવિ ભૂમિકામાં નથી. જો કે ભાજપ ક્યારેય પણ વિપક્ષના સંખ્યાબળને આધારે આંકતુ નથી. તેથી

હાર-જીતના કારણો અંગે પણ બેઠકમાં સમીક્ષા

આ બેઠકમાં રાજ્યના તમામ શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેમને બોલાવવામાં આવ્યા છે. જે તે બેઠક પરની સ્થિતિ સમીક્ષા આ બેઠક દરમિયાન કરવામાં આવશે. જેમા જીતેલી બેઠક પર પણ આમ આદમી પાર્ટી કે અપક્ષ દ્વારા કેટલા વોટ તેમને મળ્યા છે તેમજ એ બેઠક પર ભાજપની પકડ કેટલી છે તેની પણ સમીક્ષા થશે. ઉપરાંત જે-તે વિસ્તારના બાકી રહેલા કામો અને મેનિફેસ્ટોમાં જે કામોનો સમાવેશ કરવામાં આવ્યા હતા તેની સમીક્ષા કરવામાં આવશે. તે સાથે જ જે બેઠકો પર હાર થઈ છે. જેમા કેટલીક બેઠકો પર માત્ર 500-600 વોટના માર્જિનથી હાર થઈ છે. તો કેટલીક જગ્યાએથી એવી ફરિયાદો હતી કે ભાજપના આંતરિક જૂથો દ્વારા એન્ટી પાર્ટી એક્ટિવિટી દ્વારા જે તે ઉમેદવારને હરાવવાના પ્રયાસો થયા છે. આ તમામ મુદ્દે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

વિધાનસભા સત્રની તૈયારીઓ અંગે બેઠકમાં થશે ચર્ચા

આજે ચૂંટાયેલા વિજેતા 182 MLA શપથ લેશે. વડોદરાની માંજલપુર બેઠક પરથી સતત 8 વાર ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે રાજભવનમાં ધારાસભ્યોને સોગંદ લેવડાવશે. તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે, ચૂંટણીમાં વિજેતા થયેલા તમામ 182 ઉમેદવારોને પદના કર્તવ્યનિષ્ઠાના સોગંદ લેવડાવશે. વિધાનસભા ગૃહમાં સૌ પ્રથમ CM ભૂપેન્દ્ર પટેલ, ત્યારબાદ અગાઉ અધ્યક્ષ રહેલા રમણલાલ વોરા અને ગણપત વસાવાને MLA પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવશે. તો આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની ચૂંટણી થશે.

(વીથ ઈનપૂટ- કિંજલ મિશ્રા,ગાંધીનગર)

Published on: Dec 19, 2022 11:41 AM