Navsari : 1 કરોડના ખર્ચે 5 વર્ષ પહેલા બનાવવામાં આવેલું તળાવ શોભાના ગાંઠિયા સમાન, એક ટીપું પણ પાણી ના આવ્યું
Navsari : નવસારી જીલ્લામાં પાણીની સમસ્યા માથાનો ઘાટ બની ગઈ છે. જૂની વિજલપોર નગરપાલિકાની (Vijalpor Nagarpalika) સામે 1 કરોડના ખર્ચે પાલિકાએ બનાવેલા તળાવમાં 5 વર્ષથી પાણીનુ એક ટીપું પણ ભેગુ કરી શક્યા નથી.
Navsari : નવસારી જીલ્લામાં પાણીની સમસ્યા માથાનો ઘાટ બની ગઈ છે. જૂની વિજલપોર નગરપાલિકાની (Vijalpor Nagarpalika) સામે 1 કરોડના ખર્ચે પાલિકાએ બનાવેલા તળાવમાં 5 વર્ષથી પાણીનુ એક ટીપું પણ ભેગુ કરી શક્યા નથી. વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કોઈ વિઝન પાલિકા દાખવી રહ્યું નથી.
નવસારીમાં પાણીની સમસ્યાને પહોચી વળવા પાલિકાએ વિજલપોર ખાતે તળાવનું નિર્માણ કર્યું હતું. પરંતુ પાલિકાએ આ તળાવના વિકાસમાં ધ્યાન નહી આપતા તળાવ તુટીને ચીથરેહાલ થઈ ગયું છે. પાલિકા દ્વારા બનાવામાં આવેલ આ તળાવમાં વરસાદી પાણીનું સંગ્રહ કરવા કોઈ પાઈપલાઈનો જોડવામાં નથી આવી.
જેથી ચોમાસા દરમ્યાન પાલિકાના શાસકો વરસાદી પાણીનો સંગ્રહ નહી કરી શકે. નવસારી- વિજલપોર પાલિકાએ તળાવોમા વરસાદી પાણી ભેગુ કરવાના બદલે ગંદકી ભેગી કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે ભવિષ્યમાં નવસારી જીલ્લામાં પાણીની સમસ્યા વર્તાય તો મોટી વાત નહી.
વિજલપોરમાં ભૂતકાળમાં 1 કરોડના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યું હતું. પરંતુ ભરતીય જનતા પાર્ટીના શાસકો ભ્રષ્ટાચારનો સાથ અને ભ્રષ્ટાચારનો વિકાસ સુત્રોને સાકાર કરે છે. વારંવાર રજૂઆત કરતા કોરોનાનું બહાનું કાઢીને ખરા અર્થમાં ચોમાસાનું પાણી ઉચું રહે તે માટે યોજનાઓ હોવા છતાં અહી ગંગા ઉંધી વહે છે. ખર્ચો કરવા છતાં પણ કોઈ પાણી સંગ્રહ થતું નથી. તેથી ચોક્કસ કહી શકાય લોકોના રૂપિયા પાણીમાં ગયા છે.
વિજલપોર નગરપાલિકાની જૂની ઓફીસ સામે વિજલપોર પાલિકાએ તળાવ બનાવ્યું હતું જેમાં માટી આવતા તેનું સમારકામ કરવાનું છે. કોરોના કાળમાં તળાવનો કામ નહી કરવાની સુચના હોવાથી કામ હાલ બંધ છે.