માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા, જુઓ Video

| Updated on: Sep 08, 2024 | 6:45 PM

માછલીઓ કોઈ વસ્તુની માત્રા અથવા સંખ્યાને યોગ્ય રીતે સમજી શકે છે અને ગણતરી પણ કરી શકે છે. માછલીઓ ઉપરાંત કાચિંડો, મધમાખી અને પક્ષીઓમાં સામાન્ય અને સરળ અંકગણિત સમજવાની ક્ષમતા રહેલી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, માછલીઓ કેવી રીતે ગણતરી કરી શકે છે.

માછલીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં સંપૂર્ણપણે અલગ અને અનોખી માહિતી સામે આવી છે. માછલીઓ કોઈ વસ્તુની માત્રા અથવા સંખ્યાને યોગ્ય રીતે સમજી શકે છે અને ગણતરી પણ કરી શકે છે. માછલીઓ ઉપરાંત કાચિંડો, મધમાખી અને પક્ષીઓમાં સામાન્ય અને સરળ અંકગણિત સમજવાની ક્ષમતા રહેલી છે.

બોન યુનિવર્સિટીના ઝૂલોજિસ્ટ વેરા શ્લુસેલ અને તેના સહયોગીઓએ કરેલા સંશોધનમાં સામે આવ્યું છે કે, આ માછલીઓમાં જે તે રંગના આધારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાને ઓળખવાનું શીખી છે. જો કે બધી જ માછલીઓ આ શીખી જ ગઈ એમ નથી. પરંતુ સ્ટિંગ રે માછલીઓમાં સરવાળામાં 94 ટકા અને બાદબાકીમાં 89 ટકા એક્યુરસી જોવા મળી છે. આ પહેલા પણ આ બન્ને પ્રજાતિની માછલીઓ સાથે આ પ્રકારના પ્રયોગ થયા છે.