Porbandar : જાવર ગામે ફૂડ પોઈઝનિંગથી યુવાનનું મોત, 4 લોકોની સ્થિતિ ગંભીર, જુઓ Video
પોરબંદર જિલ્લાના જાવર ગામમાં રવિવારે 15 થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
Porbandar : પોરબંદરના જાવર ગામે ફૂડ પોઈઝનિંગ (food poisoning) થતા એક યુવકનું મોત નિપજ્યું છે. એક ખાનગી કંપનીમાં કામ કરતા મજૂરોને ભોજન બાદ ઉલટીઓ થવા લાગી હતી. અંદાજે 15થી 20 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું હતું. જે પૈકીના 4 લોકોની સ્થિતિ ગંભીર છે. અસરગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
મળતી માહિતી મુજબ પોરબંદર જિલ્લાના જાવર ગામમાં રવિવારે 15 થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 4 લોકોની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.