લોકોને લાગે છે કે જ્યારે અમેરિકા પાસે આટલા પૈસા છે તો તેના રાષ્ટ્રપતિનો પગાર પણ ઘણો મોટો હશે.
મોટાભાગના લોકોને લાગે છે કે અમેરિકાના નંબર વન નાગરિક એટલે કે રાષ્ટ્રપતિની કમાણી લાખોમાં હોવી જોઈએ. પરંતુ આવું નથી, અમેરિકન પ્રમુખો જાહેર સેવકો છે
અમેરિકન રાષ્ટ્રપતિનો પગાર સરેરાશ અમેરિકન નાગરીકો કરતા 6 ગણો વધુ છે. સરેરાશ અમેરિકન એક વર્ષમાં 63 હજાર 795 ડોલર કમાય છે, જે ભારતીય ચલણમાં લગભગ 53 લાખ રૂપિયા બરાબર છે
અમેરિકાના ટોચના અમીરો વાર્ષિક સરેરાશ 7 લાખ 88 હજાર ડોલરની કમાણી કરે છે. જે ભારતીય ચલણમાં અંદાજે 6 કરોડ 28 લાખ રૂપિયા છે. પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિનો પગાર આના કરતા ઘણો ઓછો છે
હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનો વાર્ષિક પગાર 4 લાખ યુએસ ડોલર છે. એટલે કે તેઓ ભારતીય ચલણમાં વાર્ષિક રૂ. 3.36 કરોડ કમાય છે.
આ સિવાય રાષ્ટ્રપતિને 50 હજાર ડોલર એટલે કે 42 લાખ રૂપિયાનો અલગથી ખર્ચ મળે છે. ખાસ વાત એ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં રહે છે. તેમની ઓફિસ પણ અહીં છે.
જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ પહેલીવાર ચૂંટણી જીતીને વ્હાઇટ હાઉસ આવે છે ત્યારે તેમને ખર્ચ તરીકે 84 લાખ રૂપિયા મળે છે. આ પૈસાથી તેઓ તેમના ઘરને સજાવી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિને રસોઈયા,હેલ્થ, સ્ટાફ અને મનોરંજન માટે 60 લાખ રૂપિયાની અલગથી રકમ આપવામાં આવે છે.
અમેરિકી રાષ્ટ્રપતિને મુસાફરી માટે એક લિમોઝીન કાર, એક મરીન હેલિકોપ્ટર અને એરફોર્સનું વિમાન પણ આપવામાં આવે છે.