શિયાળામાં દૂધ અને એલચી મિક્સ કરીને પીશો તો શું થશે?

30 Nov 2024

Credit Image : Getty Images)

જો તમે શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારા આહારમાં દૂધનો સમાવેશ કરો. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે.

સંપૂર્ણ ખોરાક દૂધ

એલચીમાં નિયાસિન, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે.

એલચી પણ છે ફાયદાકારક 

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે કેટલાક લોકો શિયાળામાં દૂધમાં એલચી મિક્ષ કરીને પીવે છે. આ શરીર માટે ફાયદાકારક મિશ્રણ છે. આવો જાણીએ તેના ફાયદા

દૂધ અને એલચી

એલચીનું દૂધ પાચનતંત્રને સંતુલિત કરે છે. તેનાથી ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

પાચન સુધારે છે

એલચી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે ગરમ દૂધ સાથે લેવામાં આવે છે, ત્યારે તે ચયાપચયને ઝડપી બનાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે

વજન ઘટાડવું

એલચીમાં એવા તત્વો હોય છે જે મનને શાંત રાખવામાં મદદ કરે છે. એલચી ભેળવીને ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

સારી ઊંઘ માટે

ઈલાયચી અને દૂધનું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેનાથી શરદી અને ઉધરસ જેવા રોગોથી બચી શકાય છે.

ઈમ્યુનિટી બુસ્ટર