કેળા સાથે આ ચીજો ખાવાની ભૂલ ન કરો, થશે નુકસાન !

24 Oct 2024

(Credit Souce : social media)

કેળા પોષક તત્વોનો ભંડાર છે. તેથી જ આપણને દરરોજ તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. તે કેલ્શિયમ, વિટામિન બી6, સી, પોટેશિયમ, ડાયેટરી ફાઈબર અને પ્રોટીન સહિત ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.

ગુણોનો ભંડાર  

હેલ્ધી ઈટિંગના ચક્કરમાં લોકો કેળા સાથે કેટલીક વસ્તુઓ ખાવાની ભૂલ કરે છે. દૂધ સાથે કેળાને મિક્ષ કરવા તે ક્યારેક અપચો, એસિડિટી, ભારેપણું અથવા અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

કેળા સાથે શું ન ખાવું

કેટલાક લોકો સ્પ્રાઉટ્સ જેવા હાઈ પ્રોટીન ખોરાક સાથે કેળા ખાય છે. નિષ્ણાંતોના મતે આમ કરવાથી પાચનતંત્ર ધીમું પડી શકે છે. જેના કારણે ગેસ કે પેટ ફૂલવાની ફરિયાદ રહે છે.

હાઈ પ્રોટીન ફૂડ

કેટલીકવાર લોકો કેળા સાથે શેકેલા અથવા સુગર વાળા ખોરાક ખાવાની ભૂલ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ભૂલને કારણે શરીરમાં શુગર લેવલ બગડી શકે છે. આવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલ વધી કે ઘટી શકે છે.

સુગર વાળા ફુડ

ફ્રુટ ચાટમાં તમામ પ્રકારના ફળોનો સમાવેશ થાય છે પરંતુ આ મિશ્રણ પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. ખાટા ફળો સાથે કેળા ન ખાઓ. કારણ કે તેની એસિડિક પ્રકૃતિ શરીરમાં પ્રતિક્રિયા પેદા કરી શકે છે.

ખાટા ફળો ન ખાઓ

આજકાલ કેટલાક લોકો આઈસ્ક્રીમ સાથે ફ્રુટ્સને સ્પ્રેડ કરીને ખાય છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે કેળા ખાવા જેવા મિશ્રણથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે.

કેળા સાથે આઈસ્ક્રીમ

એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તમે કેળાના સેવનના બમણા ફાયદા ઈચ્છતા હોવ તો તેને નાસ્તા દરમિયાન ખાઓ. ખાલી પેટે ખાવાનું ટાળો કારણ કે તેનાથી ગેસ, ઉબકા કે ઉલ્ટીની સમસ્યા પણ થાય છે.

કેળું ક્યારે ખાવું 

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો