ઘરમાં આ સ્થાનો પર રાખો અરીસો, ઝડપથી વધશે ધન-સંપત્તિ !
14 Dec 2024
Credit: Pexels
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ તમારા જીવન પર પડે છે. એ જ રીતે દીવાલ પર લગાવેલો અરીસો પણ ઘર અને તેમાં રહેતા લોકો પર અસર કરે છે.
વાસ્તુશાસ્ત્ર
અરીસાને જળ તત્વનું પ્રતિક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોકો અરીસાને બદલે પાણીમાં પોતાની છબી જોતા હતા. અરીસો ગમે તે દિશામાં મુકવામાં આવે તો ત્યાંની એનર્જી અનેક ગણી વધી જાય છે.
દર્પણ
વાસ્તુશાસ્ત્રમાં જળ તત્વની દિશા પૂર્વ અને ઉત્તર જણાવવામાં આવી છે. આવી સ્થિતિમાં અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં પોઝિટિવિટી અને ધન બંને વધે છે.
અરીસાની દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં અરીસો રાખવાથી ઘરમાં પોઝિટિવિટી વધે છે.
કુબેરની દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી કે અલમારીની સામે અરીસો મૂકવો જોઈએ. જેથી તેની છબી અરીસામાં દેખાય. કહેવાય છે કે આમ કરવાથી ધનમાં અનેકગણો વધારો થાય છે.
અહીં લગાવો અરીસો
વાસ્તુશાસ્ત્ર અનુસાર કબાટમાં અથવા પૈસા માટે તિજોરી જેવી જગ્યાએ નાનો અરીસો અવશ્ય રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં રાખેલા ધનની છબી હંમેશા અરીસા પર પ્રતિબિંબિત થાય છે, જેનાથી ધનમાં વધારો થાય છે.