મંદિરમાંથી ચંપલની ચોરી થાય તો તે શું સંકેત આપે છે?
24 Feb 2025
(Credit Image : Getty Images)
ઘણીવાર મંદિરમાંથી લોકોના ચંપલ ચોરાઈ જાય છે. મંદિરમાંથી ચંપલની ચોરી થવી એ સામાન્ય ઘટના છે પરંતુ કાયદા મુજબ તે ગુનો છે.
મંદિરમાંથી ચંપલની ચોરી
જ્યોતિષ શાસ્ત્રમાં મંદિરમાંથી ચંપલની ચોરી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મંદિરમાંથી ચંપલની ચોરી પાછળ ઘણા છુપાયેલા સંકેતો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર..
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંપલ અને જૂતા શનિદેવ સાથે સંબંધિત છે. જો મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો તેનો અર્થ એ છે કે ભગવાન શનિદેવ તમારા પર ગુસ્સે હતા અને હવે શાંત થઈ ગયા છે.
શનિદેવ સાથે સંબંધ
મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો તે શુભ છે. કારણ કે જે વ્યક્તિના ચંપલ ચોરાઈ જાય છે તેના જીવનમાં મુશ્કેલીઓ તે વ્યક્તિ પર જતી રહે છે, જેણે ચંપલ ચોર્યા હોય છે.
ચપ્પલ ચોરાવા શુભ છે
મંદિરમાંથી ચંપલની ચોરી એ ખરાબ સમયના અંતનો સંકેત છે. જો મંદિરમાંથી તમારા ચંપલ ચોરાઈ જાય તો સમજી લો કે તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે.
ખરાબ સમયના અંતનો સંકેત
મંદિરમાંથી જૂના ચંપલની ચોરી જીવનમાં પોઝિટિવ પરિવર્તનનો સંકેત આપે છે. તે કોઈ મોટી મુશ્કેલીનો અંત પણ દર્શાવે છે.
પોઝિટિવ પરિવર્તનનો સંકેત
શનિવારે મંદિરની બહારથી જૂતા અને ચંપલ ચોરાઈ જાય તો તે વધુ શુભ હોય છે.